વાલ્મિકી યુથ એમ્પાવર મિશન મૂવમેન્ટ માટે આજે ગૌરવનો ક્ષણ છે કે અમારા પ્રથમ Sponsor તરીકે શ્રીમતી તારાબેન મોહનભાઈ વાઘેલા જોડાયા છે।
શિક્ષણ શાખા, નડિયાદમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવેલ છે તેમણે પોતાના જીવનમાં નિષ્ઠા, ઇમાનદારી અને સેવાભાવનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। તેમનું યોગદાન માત્ર આર્થિક સહાય પૂરતું નથી, પરંતુ સમગ્ર સમાજ માટે પ્રેરણાનું દીપક છે।
તેમના આ સહયોગથી અનેક યુવાનોના ભવિષ્યમાં પ્રકાશ ફેલાશે અને સમાજમાં સકારાત્મક પરિવર્તન આવશે।
અમે હૃદયથી તેમનો આભાર વ્યક્ત કરીએ છીએ અને તેમના ઉત્તમ કાર્ય માટે તેમને હાર્દિક અભિનંદન પાઠવીએ છીએ।
ચાલો, તેમના આ પ્રેરણાદાયક પગલાંથી પ્રેરાઈને આપણે પણ સમાજ સુધારના આ પવિત્ર કાર્યમાં સહભાગી બનીએ